Breaking News : મોરબી ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે આંગડિયા પેઢીના 1 કરોડની લૂંટ, પોલીસે 2 આરોપી ઝડપ્યા, જુઓ વીડિયો
મોરબી પોલીસે કરેલ નાકાબંધીને કારણે, પોલીસને આખરે સફળતા પણ મળી હતી. બે કાર સહિત બે લૂંટારૂ પોલીસના હાથે ચડયા હતા. લૂંટારૂઓ પાસેથી લૂંટમાં ગયેલી કેટલીક રોકડ પણ પોલીસે કબજે કરી. લૂંટ કરી લૂંટારૂઓ જામનગર જિલ્લા તરફ નાસી ગયા હતા. પરંતુ નાકાબંધીને કારણે મોરબી તરફ આવતા જ પોલીસે રાઉન્ડ અપ કર્યા.
મોરબીમાં રાજકોટની આંગડિયા પેઢીના રૂપિયા એક કરોડની લૂંટ થઈ હોવાનો બનાવ ધોળા દિવસે બન્યો હતો. રોકડા એક કરોડની લૂંટ થયાના સમાચારથી ચોંકી ઉઠેલી મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા.
મોરબી રાજકોટ હાઇવે પર ખજુરા હોટલ નજીક રૂપિયા એક કરોડની લૂંટ થઈ છે. લૂંટની જાણ થતા જ જિલ્લાની પોલીસે દોડાદોડી કરી મુકી હતી. એક કરોડની માતબાર રકમની લૂંટના કેસને ગંભીરતાથી લઈને પોલીસે સમગ્ર મોરબી જિલ્લામાં નાકાબંધી કરી નાખી હતી. ધોળા દિવસે વાહનવ્યવહારથી ધમધમતા મોરબી રાજકોટ હાઇવે પર લૂંટની ઘટના બનતા મોરબીની પોલીસ ઉપર સવાલીયા નિશાન લાગી ગયા હતા. પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. મોરબીમાં પોલીસની ધાક ઓસરી જતા ગુનેગારો બેફામ બન્યા હોવાની ચર્ચાઓ થઈ રહી હતી.
આરોપીઓ સતત કારનો પીછો કરતા અને કાર ને ટક્કર મારતા હતા. ભોગ બનનારની કારને સતત ટક્કરો મારીને ઊભી રાખવા માટે મજબૂર કર્યા હતા. ટંકારા નજીક ખજૂરા હોટલ આવતા ભોગ બનનારે કાર હોટલ તરફ વાળી લીધી હતી. ત્યાં આરોપીઓ રૂપિયા એક કરોડની રોકડની લૂંટ કરી ફરાર થયા હતા. લૂંટ કરનારા આરોપીઓ એક કાર મૂકી બીજી કારમાં ફરાર થયા હતા.