સાબરકાંઠાઃ ઈડર વિસ્તારમાં મહિલાઓએ દારુની બદી દૂર કરવા માટે ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી

દારુની બદીને લઈ સતત રજૂઆતો છતાં પણ તેની પર નિયંત્રણ આવતા વિસ્તારોમાં આખરે જનતા રેડ કરીને દારુના દૂષણને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ઈડર તાલુકાના ચિત્રોડી ગામે દારુની ભઠ્ઠીઓ ધમધમતી હોવાને લઈ આખરે મહીલાઓએ જનતા રેડ કરી હતી. આ પહેલા મહિલાઓએ અનેકવાર પોલીસને રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી નહીં થતી હોવાને લઈ જનતા રેડ કરવામાં આવી હતી.

| Updated on: Nov 18, 2023 | 7:35 PM

ચિત્રોડી ગામની મહિલાઓએ દારુની બદીને દુર કરવા માટે થઈને જનતા રેડ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં આવેલ ગામની મહિલાઓએ જનતા રેડ કરવામાં આવી હતી. દારુનુ દૂષણ સતત વિસ્તારમાં વધવાને લઈ દારુને દૂર કરવા માટે થઈને દારુની ભઠ્ઠીઓને બંધ કરાવવા માટે મહિલાઓ અડ્ડાઓ પર પહોંચી હતી.

આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

જાદર પોલીસ મથક વિસ્તારમાં બે અડ્ડાઓને મહિલાઓએ બંધ કરાવવા માટે રેડ કરી હતી અને દારુને ઢોળી દેવામાં આવ્યો હતો. મહિલાઓ ઉગ્ર બની હતી. મહિલાઓએ સ્થાનિક પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને દારુની બદીને બંધ કરવા માટે માંગ કરી હતી. દારુ વિસ્તારમાં ચાલુ ના જ થવો જોઈએ અને આ માટે થઈને મહિલાઓ હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">