આણંદ ટાઉન હોલ પાસે પાંચ વર્ષ પહેલા ઉભો કરાયેલ મોબાઇલ ટાવર હટાવવા CO ને લેખિતમાં રજૂઆત
આણંદમાં પાંચ વર્ષ પહેલા નગર પ્રા.શાળાની દિવાલને અડીને એક મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં તપસ કરતાં સામે આવ્યું છે કે આ ટાવર કોઈની પણ પૂર્વ મંજૂરી વિના જ ઉભો કરી દેવાના આવ્યો હતો. જેથી નાયબ કાર્યપાલક ઇજનેરે ટાવરનું બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.
આણંદમાં ટાઉન હોલ પાસે નગર પ્રા.શાળાની દિવાલને અડીને નિયમો વિરુદ્ધ મોબાઇલ ટાવર ઉભો કરી દેવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનુ છે કે પાંચ વર્ષ પહેલા આ મોબાઇલ ટાવર મંજૂરી વિના ઉભો કરી દેવાના આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ટાવર રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદની અંદર હોવાનું ધ્યાને આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે, ટાવરનું બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવા ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું.
આ પણ વાંચો : ધારાસભ્ય કિશોર કાનાણીના પત્ર લખ્યા બાદ, વાસદ ટોલ પ્લાઝા પર પોલીસની સૂચક ગેરહાજરી, જુઓ વીડિયો
ટાઉનહોલ સામે નગર પ્રા.શાળા પાસે મોબાઇલ ટાવરની રાષ્ટ્રીય ઘોરીમાર્ગના પ્રવર્તમાન નિયમો મુજબ જરુરી મંજૂરી લેવામાં ન આવ્યાનું સ્થળ ચકાસણીમાં સામે આવ્યું હતું. ટાવરનું બાંધકામ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદની અંદર હોઇ, મંજૂરી વિનાનું અનધિકૃત હોવાથી તાત્કાલિક અસરથી બાંધકામ દૂર કરવામાં આવશે.