ધારાસભ્ય કિશોર કાનાણીના પત્ર લખ્યા બાદ, વાસદ ટોલ પ્લાઝા પર પોલીસની સૂચક ગેરહાજરી, જુઓ વીડિયો
સુરતના વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે આણંદ પોલીસ સૌરાષ્ટ્ર તરફ જતી ગાડીઓને રોકી તોડ કરે છે. તેમણે ગૃહ મંત્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ ખાનગી માણસોને સાથે રાખીને દરરોજ વાહન ચેકિંગ કરતા હોય છે. જોકે આ પત્ર બાદ બાદ વાસદ ટોલ પ્લાઝાએ પોલીસની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીનો આણંદ પોલીસ પર તોડ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જોકે આ બાબતે તેમણે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીને પત્ર પણ લખ્યો હતો. પત્ર લખ્યા બાદ વાસદ ટોલ પ્લાઝાએ આણંદ પોલીસની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે.
ધારાસભ્યનો આક્ષેપ છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ ખાનગી માણસોને સાથે રાખી અહીં દરરોજ વાહન ચેકીંગ કરતાં હોય છે. લોકોમાં હવે ચર્ચા એ પણ ચાલી રહી છે કે કિશોર કાનાણીના લેટરની અસર થઇ છે ? કેમ આણંદ પોલીસે અચાનક વાહન ચેકીંગ બંધ કર્યું?
આ પણ વાંચો : આણંદ: ધારાસભ્ય કિશોર કાનાણીની પત્રની અસર, તો શું તોડકાંડનો આરોપ સાચો?
મુંબઈથી સૌરાષ્ટ્ર જવા માટેનો આ મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. તો પોલીસ કેમ વાહન ચેકીંગ નથી કરી રહી. શું કુમાર કાનાણીના આક્ષેપ સાચા છે? આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. સમગ્ર મામલાની આણંદ પોલીસ તપાસ કરશે કે, કેમ તે સળગતો પ્રશ્ન છે.