ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જુઓ વીડિયો
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. દરવર્ષની જેમ ભગવાન જગન્નાથજી, શુભદ્રાજી અને બલરામજી રથમાં સવાર થઈને ઈડર નગરની નગરચર્યાએ નિકળ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. દરવર્ષની જેમ ભગવાન જગન્નાથજી, શુભદ્રાજી અને બલરામજી રથમાં સવાર થઈને ઈડર નગરની નગરચર્યાએ નિકળ્યા હતા. ઇડર શહેરના રામદ્વારાથી નિકળેલી રથયાત્રા શહેરમાં ટાવર થઈને પાલિકા ચોક થઈ એપોલો પહોંચી હતી, જ્યાંથી પોલીસ સ્ટેશન થઈને પરત રામદ્વારા તરફના નિયત રુટથી મંદિર પહોંચ્યા હતા..
ઇડર નગર વાસીઓએ ઉત્સાહ અને હરખભેર ભગવાનનું સ્વાગત કર્યું હતુ. મોટી સંખ્યામાં લોકો સાબરકાંઠા અને આસપાસના વિસ્તારમાંથી રથયાત્રાના દર્શન કરવા માટે ઈડર પહોંચ્યા હતા. ઈડરમાં સાબરકાંઠા પોલીસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. એસપી વિજય પટેલ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઇડરમાં રથયાત્રા રુટ પર સતત સાથે રહ્યો હતો.
આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
