”ICMR ના રિપોર્ટ પ્રમાણે સિવિયર કોરોનાનો ભોગ બનેલાને હાર્ટ એટેકનું જોખમ વધારે” – ડૉ. મનસુખ માંડવિયા
ભાવનગર: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટ એટેકના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરી. આ સાથે તેમણે જણાવ્યુ કે ICMR ના રિપોર્ટ પ્રમાણે સિવિયર કોરોનાનો ભોગ બનેલા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે રહેલુ છે. તેમણે બે વર્ષ સુધી વધુ પડતા શ્રમના કામ ન કરવા જોઈએ.
ભાવનગર: રાજ્ય સહિત દેશમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 30થી વધુ લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે. ત્યારે કેન્દ્રીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી વધતા હાર્ટ એટેક પર મોટું નિવેદન આપ્યું. તેમણે ક્હયું કે ICMRના રિપોર્ટ અનુસાર સિવિયર કોરોના થયો હોય તે વ્યક્તિઓને હાર્ટએટેકનું જોખમ વધુ રહેલુ છે. એ લોકો બે વર્ષ વધુ પડતો શ્રમ ન કરે અને સ્વાસ્થ્યનું પૂરતુ ધ્યાન રાખે. જેથી તેમના હ્રદય પર વધારે દબાણ ના આવે.
જો કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના આ નિવેદનને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે જો ICMRનો રિપોર્ટ આવી ચૂક્યો હોય અને સર્વે થયો હોય તો તેના પર કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આજ સુધી કોઈ પગલા કેમ નથી લેવાયા.
હાર્ટ એટેકના વધતા કેસની જો વાત કરવામાં આવે તો નવરાત્રીના 9 દિવસ દરમિયાન જ રાજ્યમાં 36 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જ્યારે હ્રદયની સમસ્યાને લગતા 766 કેસ નોંધાયા છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

