ગાંધીનગર : પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મળશે બેઠક, મંદિર સંકુલના વિકાસ કાર્યોની થશે સમીક્ષા- જુઓ વીડિયો
ગાંધીનગર : પીએમ મોદી 30 ઓક્ટોબરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, આ બે દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6000 કરોડના વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ દરમિયાન તેઓ અંબાજીના દર્શને પણ જશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમવારે સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 30 ઓક્ટોબરે મંગળવારે સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક મળશે. પીએમ મોદી આવતીકાલથી (30 ઓક્ટોબર) ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં રાજભવન ખાતે સાંજે 5 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં ટ્રસ્ટના અન્ય સભ્યો અમિત શાહ, પી.કે. લહેરી પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે. સોમનાથ મંદિર સંકુલના વિકાસ કાર્યોનું બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યાનું પીએમ મોદીનું આ ત્રીજુ વર્ષ ચાલી રહ્યુ છે.
આ પણ વાંચો: RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બેઠકો યોજાશે
પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત જ અંબાજી માતાજીના દર્શનથી કરશે. પીએમની મુલાકાતને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. અંબાજી મંદિર ખાતે સૂવર્ણ મંદિરના ગર્ભગૃહમાં પંચોકપચાર પૂજન કરી માતાજીના આશિર્વાદ મેળવશે. પીએમની મુલાકાતેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PMના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં અનેક સંસ્થાના લોકો, અધિકારીઓ અને નેતાઓએ સફાઈ કરી શ્રમ દાન કર્યું હતું.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
