AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક, ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતાતૂર, જુઓ Video

Gujarati Video : ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક, ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતાતૂર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 2:09 PM
Share

આ વર્ષે ધાણાના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ધાણા વેચવા આવતા યાર્ડની બહાર 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી.

રાજકોટના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની જંગી આવક થતા ખેડૂતોમાં ખુશીમાં માહોલ છવાયો છે. માર્કેટ યાર્ડમાં ધાણાની અંદાજે દોઢ લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ હતી. ધાણાનો ભાવ રૂપિયા 1100થી 2200 સુધી બોલાયા હતા. ગત વર્ષે ખેડૂતોને 20 કિલો ધાણાના ભાવ 1500થી 3200 ભાવ મળ્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં વધુ એક યુવકને ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક, એક મહિનામાં ચારના મોત

આ વર્ષે ધાણાના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ધાણા વેચવા આવતા યાર્ડની બહાર 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. ગત વર્ષ કરતાં ધાણાની વધુ આવકની શકયતાના પગલે યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરાઈ છે. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર દુકાન પાસે પાક ઉતારવાની ખેડૂતોને ફરજ પડી હતી.

ભાવનગરમા ડુંગળીની આવકમા વધારો

ભાવનગર પંથકમાં ડુંગળીનું અધધ ઉત્પાદન થયું છે. ભાવનગરની બે APMCમાં એક જ દિવસમાં સાડા ત્રણ લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે. ડુંગળીની માતબર આવકને પગલે ભાવ ગગડીને તળિયે પહોંચી ગયા છે. ડુંગળીના મણ દીઠ ભાવ હાલ માર્કેટયાર્ડમાં 50થી 60 રૂપિયા થઈ જતા તાત પરેશાન થઈ ગયો છે. ડુંગળીનો ભાવ કિલો દીઠ બેથી ત્રણ થઈ જતા તાત પાયમાલ થઈ ગયો છે. ડુંગળીનો વાવણીના ખર્ચ જેટલો પણ ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી. જેથી અનેક ખેડૂતો ડુંગળી યાર્ડ સુધી લાવવાને બદલે પશુઓને ખવડાવવા માટે ફેંકવા મજબૂર બન્યા છે.

Published on: Feb 20, 2023 01:41 PM
g clip-path="url(#clip0_868_265)">