Vadodara: નવલખી મેદાન ખાતે બાપ્પાના વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ, વિસર્જન સ્થળ પર 29 ક્રેન અને તરવૈયાઓની કરાઈ વ્યવસ્થા

Vadodara: નવલખી મેદાન ખાતે બાપ્પાના વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ, વિસર્જન સ્થળ પર 29 ક્રેન અને તરવૈયાઓની કરાઈ વ્યવસ્થા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 1:10 PM

વડોદરામાં (Vadodara) આજે મોટી સંખ્યામાં લોકો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરશે. નવલખી મેદાન ખાતે બાપ્પાના વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ગુજરાતભરમાં (Gujarat) જુદા જુદા સ્થળોએ વિધ્નહર્તા ગણપતિ બાપ્પાનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. વડોદરામાં (Vadodara) ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવલખી મેદાન ખાતે બાપ્પાના વિસર્જન માટે ભક્તોની (Devotees) ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટમાં આજે 1200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવાનું હોવાથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વડોદરામાં આજે મોટી સંખ્યામાં લોકો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરશે. નવલખી મેદાન ખાતે બાપ્પાના વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે 1200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવવાનું હોવાથી વિસર્જન સ્થળ પર 29 ક્રેનો અને તરવૈયાઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. વડોદરામાં 4 કૃત્રિમ તળાવોમાં ગણપતિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણપતિ વિસર્જનને લઈ સમગ્ર શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વિસર્જન કેમ?

પ્રત્યેક વર્ષ અંનત ચતુર્દશી તિથિ પર 10 દિવસો સુધી ચાલતા ગણેશ ઉત્સવ બાદ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવે છે. પુરાણો અનુસાર મહર્ષિ વેદવ્યાસે ગણેશ ચતુર્થીના દિવસથી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યુ હતું. સતત દસ દિવસો સુધી વેદવ્યાસ આંખો બંધ કરીને ભગવાન ગણેશને કથા સંભાળાવતા રહ્યા અને ગણેશજી આરામ કર્યા વગર સતત લખતાં રહ્યાં.

દસ દિવસો બાદ જ્યારે મહાભારતની કથા પૂરી થઇ ગઇ ત્યારે વેદવ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે સતત લખતાં રહેવાને કારણે ગણેશજીના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું, ત્યારે ગણેશજીનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસે તળાવમાં ગણેશજીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ તેમના શરીરનું તાપમાન સામાન્ય થયું. જે દિવસે તેમણે ગણેશજીને સ્નાન કરાવવામાં આવ્યું હતું તે દિવસે અનંત ચતુર્દશી હતી એટલા માટે આ દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન થવા લાગ્યું.

g clip-path="url(#clip0_868_265)">