Gujarati Video: ગુજરાતમાં કયારે પડશે સાંબેલાધાર વરસાદ, કયારે થશે બારે મેધ ખાંગા, જાણો અંબાલાલની ચોમાસાની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોમાસાને લઈ આગાહી કરી છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ Tv9 સાથે વાત કરી. ગુજરાતમાં ક્યારથી ચોમાસાનું આગમન થશે તેની પણ જાણકારી આપી હતી.
Gandhinagar: સતત બદલાતા વાતાવરણ વચ્ચે હવે એક બાદ એક જિલ્લાઓમાં વરસાદનું (Gujarat Rain) આગમન થઈ રહ્યું છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસું શરૂ થવાનો સાનુકૂળ સમય છે. સાથે જ જુલાઇમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આગામી બે વર્ષમાં ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા કવાયત
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી જેની સાથે ગુજરાતમાં પહેલો વરસાદ અને રોહિણી નક્ષત્રનો યોગ હોવાનું જણાવ્યુ હતું. મહત્વનુ છે કે સાનુકૂળ સંજોગો રહેશે તો દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થશે તેવું પણ જણાવ્યુ છે. 17 થી 20 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ શરૂ થવાની આગાહી પણ અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
મહત્વનુ છે કે જુલાઇના પ્રારંભે સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લેશે. હાલમાં વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ જૂન અને જુલાઇમાં સારો વરસાદ થવાની શક્યતાઑ વ્યક્ત કરવામાં આવી છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તેવી શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરાઇ છે. વાવાઝોડાની વાત આવે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે તેમ અંબાલાલનું કહેવું છે.
રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે જેમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદી માહોલ ઉભો થયો છે. બનાસકાંઠામાં વરસાદ સાથે ફરી એકવાર કરા પડવાની ઘટના બની છે. આગામી દિવસોમાં પણ અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
