રાજકોટ વીડિયો : રોંગ સાઈડ વાહન ચલાવતા પહેલા ચેતી જજો, ઘંટેશ્વર પાર્ક નજીક કાર ચાલકે મોપેડને લીધું અડફેટે, એકનું મોત
રાજકોટ- જામનગર હાઈવે પર બની છે. જો તમે પણ રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે.કારણ કે એક વ્યક્તિને રોંગ સાઈડ વાહન ચલાવવાની સજા મોત મળી છે.આ ઘટના રાજકોટના જામનગર હાઈવે પર બની છે. જો કે જ્યાં એક મોપેડ ચાલકને રોંગ સાઈડ જવા બદલ મોત મળ્યું છે. રોંગ સાઈડ મોપેડ લઇને જતા વ્યક્તિને સામેથી આવતી કારે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેના પગલે ઘણી વાર લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી જ અકસ્માતની ઘટના રાજકોટ- જામનગર હાઈવે પર બની છે. જો તમે પણ રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે.કારણ કે એક વ્યક્તિને રોંગ સાઈડ વાહન ચલાવવાની સજા મોત મળી છે.આ ઘટના રાજકોટના જામનગર હાઈવે પર બની છે. જો કે જ્યાં એક મોપેડ ચાલકને રોંગ સાઈડ જવા બદલ મોત મળ્યું છે.
રોંગ સાઈડ મોપેડ લઇને જતા વ્યક્તિને સામેથી આવતી કારે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો છે.અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છે કે એક મોપેડ પર બે વ્યક્તિ રોંગ સાઈડથી રસ્તો પસાર કરી રહ્યાં છે.ત્યારે જ સામેથી પૂરપાટ ઝપડે આવી રહેલી કારે ટક્કર મારી છે અને મોપેડ ચાલકનું મોત થયું છે.
