ધડથી અલગ થયેલુ માથુ, તો આમતેમ કપાઈને ઉડેલ માનવ અંગો, આ છે અમદાવાદમાં પ્લેનક્રેશના મહાભયાનક વીચલિત કરનારા Video
અમદાવાદ પ્લેનક્રેશ થતા ભયાનક બ્લાસ્ટમાં માનવઅંગો આમથી તેમ ફંગોળાયા હતા. અગનગોળામાં માનવઅંગો એ હદે ભડથુ થયા હતા કે માથુ ધડથી અલગ અને કપાયેલા માત્ર અંગોના અવશેષો બચ્યા છે. કેટલાક હતભાગી પરિવારોને તેમના વ્હાલા સ્વજનોની પુરેપુરી ડેડબોડી પણ મળે તેવી સ્થિતિ નથી.
અમદાવાદ પ્લેનક્રેશ સમયે પ્લેનમાં ભયાનક વિસ્ફોટ થયો અને પ્લેન અગનગોાળામાં ફેરવાઈ ગયુ. જેમાથી એટલી પ્રચંડ આગ છુટી હતી કે માનવ અંગોના ચીંથડેચીંથડા ઉડી ગયા હતા. ઘટના સ્થળે માથુ ધડથી અલગ આમતેમ પડ્ય હોય, હાથ પગના અવશેષો આમતેમ ઉડ્યા હોય તેવા ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. રૂંવાડા ઉભા કરી દેનારા આ દૃશ્યો અત્યંત વિચલિત કરનારા છે. જે કોઈપણ વ્યક્તિ જોઈ શકવાની સ્થિતિમાં ન હોય. 12 જૂનની બપોરે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરેલુ પ્લેન થોડી મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયુ અને પ્લેનમાં સવાર તમામ યાત્રીકોએ જીવ ગુમાવ્યા છે.
હતભાગી પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહો પણ અવશેષો સ્વરૂપે આપવા પડે તેવી કરુણાંતિકા સર્જાઈ છે. તમામ મૃતદેહોના અવશેષોને શોધી શોધી તેમના DNA કરી ઓળખ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્લેન જે જગ્યાએ ક્રેશ થયુ તે બી.જે મેડિકલની બોયઝ હોસ્ટેલની બિલ્ડીંગ પર પડ્યુ હતુ. આ દરમિયાન મેડિકલના કેટલાક રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ પણ કેન્ટીનમાં જમી રહ્યા હતા, તેમાંથી પણ અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બીજે મેડિકલના પણ 20 જેટલા વિદ્યાર્થીઓના આ પ્લેન ક્રેશમાં મોત થયા છે. જેઓ પ્લેનમાં તો સવાર ન હતા પરંતુ કાળ જાણે બોલાવી રહ્યો હોય તેમ બિલ્ડીંગ પર પ્લેનનુ એવિએશન ફ્યુઅલ પડતા ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાકના મૃત્યુ થયા છે.
