મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો
નવા વર્ષની શરુઆતે સૂર્યના પ્રથમ કિરણના ઝીલવા સાથે જ ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સાથે જ વિશ્વ વિક્રમ નોંધાવાયો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ સૂર્ય નમસ્કાર કરીને ગુજરાતીઓએ નોંધાવ્યો છે. પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે વર્ષ 2024ની પ્રથમ સવારે પ્રથમ સૂર્ય કિરણના સ્વાગત સાથે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં 108 સ્થળોએ લાખો ગુજરાતી સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા.
વર્ષ 2024 ની પ્રથમ સવારને માટે ઐતિહાસિક રહી છે. ગુજરાતીઓએ રાજ્યના 108 આઈકોનીક સ્થળો પર આયોજિત કરવામાં આવેલ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાઈને ઈતિહાસ રચ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરા ખાતે યોજાયો હતો. જ્યાં પ્રથમ સૂર્ય કિરણ પડે છે, એ સૂર્ય મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજ્યો હતો.
આ પણ વાંચોઃ PM મોદી નવા વર્ષે દુનિયાના સુંદર ટાપુ પર કરશે રાત્રી રોકાણ, જેની ગુજરાતીએ કરી છે કાયાપલટ
સૂર્ય નમસ્કારના આ કાર્યક્રમમમાં દુનિયાભરના લોકો જોડાયા હતા. લાખોની સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ હતુ. મોઢેરા ખાતે રેકોર્ડ અંગેના સર્ટિફિકેટનો સ્વિકાર ગૃહ રાજ્ય અને યુવા સાંસ્કૃતિક પ્રધાન હર્ષ સંઘવીએ સ્વિકાર કર્યો હતો અને આ અંગેની માહિતી મીડિયાના સમક્ષ આપી હતી.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 01, 2024 03:50 PM
Latest Videos