AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો : વડોદરાના આ વિસ્તારમાં નહીં મળે પાણીપુરી, જાણો શું છે કારણ

વીડિયો : વડોદરાના આ વિસ્તારમાં નહીં મળે પાણીપુરી, જાણો શું છે કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 3:46 PM
Share

વડોદરા શહેરના એક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે તે વિસ્તારમાં પાણીપુરીના રસિયાઓ પાણીપુરીનો આનંદ માણી નહીં શકે. આદેશ ન મળે ત્યાં સુધી પાણીપુરીની લારીવાળા તેમની લારી ફરી શરુ નહીં કરી શકે.

વડોદરા શહેરના એક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે તે વિસ્તારમાં પાણીપુરીના રસિયાઓ પાણીપુરીનો આનંદ માણી નહીં શકે. આદેશ ન મળે ત્યાં સુધી પાણીપુરીની લારીવાળા તેમની લારી ફરી શરુ નહીં કરી શકે.કારણકે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

વાત કઇક એવી છે કે છેલ્લા થોડા દિવસથી વડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને ગામનું પંચાયત તંત્ર એક્શનમાં આવી ગયું છે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી રોગચાળો કાબુમાં ન આવે ત્યાં સુધી લારીઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

બીજી તરફ તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસનું પાલન ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ નોટિસ કરવામાં આવ્યો છે. વડી કચેરીમાંથી મળેલા હુકમ બાદ ગ્રામ પંચાયત તરફથી પાણીની લારીઓ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો-જામનગર વીડિયો : પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે ભાજપના દંડક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ

મહત્વનું છે કે જરોદમાં બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યુ છે.નોંધાયેલા 144 દર્દીઓ પૈકી કુલ 77 દર્દી સારવાર હેઠળ છે.જેમાંથી 8 દર્દી વડોદરામાં હોસ્પિટલમાં અલગ અલગ દાખલ છે. ત્યારે આરોગ્ય વિભાગ આ રોગચાળા પર કાબુ મેળવવા કામે લાગ્યુ છે.લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને દવા વિતરણ કરવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">