હાઈવે પર જોખમી સ્ટંટ પડયો ભારે ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, જુઓ Video
જામનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવાનો માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. હાઈવે પર જોખમી સ્ટંટ કરતા સમયે અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલ યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. ત્યારે જોખમી સ્ટંટ કરતા સમયે કેટલીક વાર અકસ્માત જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. જામનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવાનો માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે.
હાઈવે પર જોખમી સ્ટંટ કરતા સમયે અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર યુવકો દ્વારા બાઈક રેસ અને જોખમી સ્ટંટ કરી રહ્યાં હતા. તે સમયે આગળ જતાં ટ્રક સાથે બાઈક સવાર અથડાઈ જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
વડોદરામાં સાધલી-કરજણ વચ્ચે ST બસનો થયો હતો અકસ્માત
બીજી તરફ આ અગાઉ વડોદરાની શિનોરના સાધલી-કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. સાધલી-કરજણ વચ્ચે 50 મુસાફરો ભરેલી ST બસને અકસ્માત નડ્યો હતો. બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. એક બાળકી સહિત 6 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.