રાજ્યમાં પોલીસ ભરતી અને પ્રમોશનને લઈને મોટા સમાચાર, હાઈકોર્ટે ભરતી કરવા માટે રાજ્ય સરકારને કરી ટકોર, જુઓ Video

|

Oct 18, 2024 | 3:19 PM

રાજ્યમાં પોલીસ ભરતી અને પ્રમોશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ અંગે માહિતી આપી છે. ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની બઢતી કરાશે.

રાજ્યમાં પોલીસ ભરતી અને પ્રમોશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ અંગે માહિતી આપી છે. ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની બઢતી કરાશે. માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન અપાશે. સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા સરકાર પ્રયાસ કરશે. તો માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાની સરકારે માહિતી આપી છે.

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ માટે હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા

સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા સરકાર પ્રયાસ કરશે. હાઈકોર્ટે રાજ્યમાં પોલીસ અકેડેમી વધારવાની જરુર જણાવી છે. ત્રણ જેટલી નવી પોલીસ એકેડમી ઊભી કરવા હાઇકોર્ટનું સરકારને સૂચના આપી છે. ભરતી પ્રક્રિયા માટે ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ સૂચન કર્યું છે. એક અઠવાડિયામાં કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપવા સરકારને આદેશ આપ્યો છે.

રાજ્યમાં પોલીસ એકેડેમી વધારવાની જરૂર: HC

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ ચિંતા વ્યક્ત કરી છે. PI અને PSIની ખાલી જગ્યાઓ મામલે વ્યક્ત ચિંતા કરી છે. કોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતીનું કેલેન્ડર રજૂ કરાયું.DGPએ ભરતી અંગે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે. 2026 સુધીમાં તમામ જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરવા સરકારી વકીલની ખાતરી આપી છે. વિવિધ પદો માટેના ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર- ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે તેવી સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

2 ફેઝમાં પરીક્ષા લેવા અંગે કોર્ટે કરી ટકોર

જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ફેબ્રઆરીથી જૂન સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ ઑગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તેમજ 2 ફેઝમાં પરીક્ષા લેવા અંગે કોર્ટે ટકોર કરી છે. બંને ફેઝ અલગ – અલગ કરવાની શું જરૂર છે? બંને જોડે કેમ ન થઈ શકે? જેવા અનેક સવાલો હાઈકોર્ટે કર્યો છે.

Next Video