કેનાલ જમીન સંપાદનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, બનાસકાંઠા ક્લેકટરનો ખુલાસો માંગ્યો
બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈની સમસ્યા રહેતા ખેડૂતોને સમસ્યા રહેતી હોય છે. આ દરમિયાન હવે સરકાર દરમિયાન વિસ્તારમાં કેનાલના માળખાને વધારવા અને વધારે યોગ્ય બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનમાં ખેડૂતોને અપૂરતુ વળતર ચુકવવામાં આવ્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે હાઈકોર્ટે કલેકટરને ખુલાસો રજૂ કરવા માટે કહ્યુ છે.
ખેડૂતોની જમીનને સંપાદન સરકાર દ્વારા કરવામાં આવે ત્યારે તેમાં ખેડૂતોને પુરતુ વળતર મળવુ જરુરી હોય છે. ખેડૂતોનો આધાર ખેતીની જમીન પર હોય છે. બનાસકાંઠામાં એક તરફ સિંચાઈની સમસ્યા છે અને તેનો હલ નિકાળવવા માટે કેનાલના યોગ્ય માળખાને તૈયાર કરવાનો પ્રયાસ સરકાર દ્વારા જારી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને અપૂરતુ વળતર ચુકવીને ખેતીની જમીનમાંથી કેનાલ નિકાળવાને લઈ મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ
હાઈકોર્ટે ખેડૂતોની વાતને સાંભળીને આ અંગેના અવલોકન ધ્યાને લીધા છે. નજીવી રકમ ચૂકવીને ખેડૂતોની જમીનમાંથી કેનાલ નિકાળવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યુ હતુ કે, નજીવી રકમ ચુકવીને આવી રીતે જમીન કેવી રીતે હસ્તગત કરી શકાય. કાયદાનુ પાલન કરીને યોગ્ય વળતર કરવા માટે કોર્ટે કહ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લા ક્લેકટરને આ અંગે ખુલાસો કરવા માટે નોટીસ અપાઈ છે અને 10 દિવસનો આ માટે સમય અપાયો છે.
