આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં ખાબકશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરુઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ અતિભારે વરસાદની સંભાવના છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમારની શક્યતા છે. ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. 18થી 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે.

