આજનું હવામાન : ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય, કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું – જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની સંભાવના છે.ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની સંભાવના છે.ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે ભારે વરસાદની શક્યતા છે. તેમજ વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ આજે ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
Latest Videos
Latest News