Rain News : રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, પોપટપરા ગરનાળું પાણીમાં ગરકાવ, જુઓ Video

Rain News : રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, પોપટપરા ગરનાળું પાણીમાં ગરકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 06, 2025 | 2:21 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ,નાના મૌવા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે પી.ડી માલવીયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

પોપટપરા ગરનાળું પાણીમાં ગરકાવ

ઉલ્લેખનીય છે કે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા પોપટપરા ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. જેના કારણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોપટપરા, રેલનગર જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોલીસ અને RMCએ બેરિકેટ લગાવ્યા છે. તંત્ર દ્વારા લોકોને રસ્તો પસાર ન કરવા માટે અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો