Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video
મોરબીમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે માળીયા-પાલનપુર હાઈવે પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ પણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મોરબીમાં (Morbi) પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે માળીયા-પાલનપુર હાઈવે પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.
આ પણ વાંચો Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને પગલે PGVCLને મોટું નુકસાન, 23,340 વીજપોલ ધરાશાયી થયા
મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.