Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને પગલે PGVCLને મોટું નુકસાન, 23,340 વીજપોલ ધરાશાયી થયા

વાવાઝોડાના કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે 2609 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે તો 24 શહેરોમાં અંધારપટ છવાયો છે.

Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને પગલે PGVCLને મોટું નુકસાન, 23,340 વીજપોલ ધરાશાયી થયા
PGVCL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 10:13 AM

Cyclone Biparjoy: ગુજરાતમાં PGVCLને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર (Jamnagar) સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

રાજ્યમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને પગલે અનેક જગ્યાએથી નુકસાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે. જામનગરમાં વાવાઝોડામાં તોફાની પવન ફુંકાતા 21,000થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.  વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકો PGVCLની ઓફિસ પર ફરિયાદ માટે પહોંચ્યા હતા. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં 24 કલાકથી વીજળી ડૂલ છે. મોટાભાગના શહેરોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાયો છે.

આ પણ વાંચો Cyclone Biporjoy: બનાસકાંઠામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી, કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છે. PGVCL દ્વારા પણ વીજપૂરવઠો પૂર્વવત કરવા સતત યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે. ઝડપથી વીજ પૂરવઠો પૂર્વવત થઈ શકે તેવી શક્યતા PGVCLના અધિકારીઓ સેવી રહ્યા છે.

2609 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના તો મોટી સંખ્યામાં વીજપોલ પણ ધરાશાયી થયા છે. જેની સૌથી વધુ અસર PGVCLને થઈ છે. વાવાઝોડાના કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે 2609 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે તો 24 શહેરોમાં અંધારપટ છવાયો છે. PGVCL દ્વારા ઝડપથી વીજપુરવઠો ફરીથી કાર્યરત કરવા PGVCLના ઉચ્ચ અધિકારીઓએ કચ્છ અને દ્વારકા તેમજ જામનગરમાં ધામા નાખ્યા છે.

સૌરાષ્ટ્રમાં બિપરજોય વાવાઝોડાની ST વિભાગ પર અસર

બિપરજોય વાવાઝોડાના કારણે ST વિભાગને પણ નુકસાન સહન કરવું પડ્યું છે. વાવાઝોડાની સ્થિતિને જોતાં આગામચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ કેટલીક બસોના રૂટ રદ કર્યા હતા. જેમાં સૌથી વધુ કચ્છ સૌરાષ્ટ્રના રૂટની બસો રદ કરવામાં આવી હતી. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ જોવા મળ્યા હતા. કચ્છ, દ્વારકા, જામખંભાળીયા, પોરબંદર અને વેરાવળની 1100 ટ્રીપ રદ થઇ છે જેના કારણે ST વિભાગની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. ST વિભાગની ટ્રીપો રદ થતાં આવકમાં 1કરોડનું ગાબડું પડ્યું છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">