આજનું હવામાન : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં પણ મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જ્યારે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. તેમજ બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં અતિભારેની આગાહી છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારેની આગાહી કરવામાં આવી છે.જ્યારે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 થી 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે છે. આ સાથે જ કેટલાક ઠેકાણે ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારેની શક્યતા અંબાલાલ પટેલે સેવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો