આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી કેટલાક કલાકો માટે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી કેટલાક કલાકો માટે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન છે. જ્યારે કચ્છ, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
