Rain News : છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ જાંબુઘોડામાં 8.1 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ વરસ્યો છે. જો કે સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 8.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 18 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. 29 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડામાં ગત સાંજથી વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો. હાલોલ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. કાલોલ અને ઘોઘંબામાં પણ 1-1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી તમામ નદી, નાળા, તળાવો છલકાયા.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો