Weight loss Tips : આ Healthy Drinksના સેવનથી 15 દિવસમાં ઉતારી શક્શો વજન, વાંચો વિગત

જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અમે કેટલાક ડ્રીન્ક્સની રેસીપી લઇને આવ્યા છીએ જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

Weight loss Tips : આ Healthy Drinksના સેવનથી 15 દિવસમાં ઉતારી શક્શો વજન, વાંચો વિગત
4 Homemade drinks for Weight Loss
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:02 AM

Weight loss Tips : લોકો વજન ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. દરેકના મનમાં ઇચ્છા હોય કે તેઓ સુંદર અને આકર્ષક દેખાય અને તેના માટે લોકો ઘણા નુસ્ખા અપનાવે છે અને ઘણી મહેનત પણ કરે છે. પરંતુ ઘણી વાર જોવા મળે છે કે લોકો ખોટી દિશામાં પ્રયત્નો કરતા હોય છે. વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે. થોડા દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહીં અમે કેટલાક ડ્રીન્ક્સની રેસીપી લઇને આવ્યા છીએ જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

હુંફાળું પાણી અને લીંબુ : હુંફાળું પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

હુંફાળું પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગ્રીન ટી : આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

આ પણ વાંચો –

Birthday Special : શિવગામી બનીને Ramya Krishnanની કિસ્મત ચમકી, શ્રીદેવીને મળવાનો હતો પહેલા રોલ

આ પણ વાંચો –

JEE Main Result 2021: JEE MAINનું પરિણામ જાહેર, 18 વિદ્યાર્થીઓએ 1 રેન્ક મેળવ્યો, ચેક કરો આ જગ્યા પર તમારૂ પરિણામ

g clip-path="url(#clip0_868_265)">