Rain : ડાંગના વઘઈ તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.
ઝાવડા, ડુંગરડા, ભેંસ કાતરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક જગ્યાએ નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. જીવન જોખમે રસ્તો પસાર કરવા સ્થાનિકો મજબૂર છે. ધસમસતા પાણી વચ્ચે સરકારી બસ પસાર થયાનો વીડિયો પણ વાયરલ થયો છે.
નદી પાર કરી સ્મશાનમાં જવા મજબૂર
બીજી તરફ ભરૂચના વાલિયા પંથકમાં વરસાદને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ડહેલી ગામના લોકો નદીના પાણી વચ્ચેથી સ્મશાને જવા મજબૂર બન્યા છે. ખાડી પુલના અભાવે ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થાય છે. આદિવાસી સમાજનું સ્મશાન નદીની સામે પાર હોવાથી દર વર્ષે ચોમાસામાં નદી પાર કરીને જવા મજબૂર બને છે.