Rain : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વડીયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડીયાનાં પીજીવિસીએલ રોડ અને પોસ્ટ ઓફીસ કચેરી નજીક રસ્તા પર પાણી વહેતા થયા હતા.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વડીયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડીયાનાં પીજીવિસીએલ રોડ અને પોસ્ટ ઓફીસ કચેરી નજીક રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો ધારી તાલુકાનાં ગીરના વીરપુર, ઈંગોરાળા, જીરામાં વરસાદ વરસ્યો છે. ડાભાળી, ગોવિંદપુરા ગામે પણ વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે વડીયા શહેર અને ગ્રામ્યમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. તોરી, ખાન ખીજડિયા સહિતના ગામોમાં વરસાદના અહેવાલ છે.
અમરેલીમાં ખાબક્યો ધોધમાર વરસાદ
તો આ તરફ અમરેલીના ધારીમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. દલખાણીયા, ગીગાસણ, બોરડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.મૂશળધાર વરસાદથી રસ્તા અને ખેતરો તરબોળ બન્યા. તો અનેક ઠેકાણે પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઇ. ભારે પવન સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે.