Dwarka Video : દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર , બેટ દ્વારકામાં VIP પાર્કિંગની દિવાલ ધરાશાયી,100 દુકાન અને 30 હોટલમાં પાણી ફરી વળ્યા

|

Jul 20, 2024 | 3:30 PM

દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ભદ્રકાળી ચોકની 100 જેટલી દુકાનો અને 30 હોટલોમાં વરસાદની પાણી ભરાયા છે.

દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ભદ્રકાળી ચોકની 100 જેટલી દુકાનો અને 30 હોટલોમાં વરસાદની પાણી ભરાયા છે. તો આ તરફ બેટ દ્વારકામાં VIP પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ હતી.

ઠેર – ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ

રાવળા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તિનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર – ઠેર પાણીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. દ્વારકાના સૌથી મોટા ડેમ સાની ડેમમાં 6 વર્ષે પણ દરવાજા નાંખવાની કામગીરી પૂર્ણ ન થતાં. પાણીનો પ્રચંડ પ્રવાહના પગલે કલ્યાણપુર અને રાવલ વિસ્તારમાં ફરી વળ્યા હતા.

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સાડા અઢાર ઈંચ વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સાડા અઢાર ઈંચ વરસાદ ખાબક્યો છે. યાત્રાધામમાં પાણી ભરાતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે. ભારે વરસાદના પગલે દ્વારકાના રૂપેણ બંદરે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. તેમજ રૂપેણ બંદરે ફાયર રેસ્ક્યુ ટીમ અને NDRFની ટીમ હાજર રાખવામાં આવી છે. ભારે વરસાદના પગલે કોઈ દુર્ઘટના ન બને તે માટે રૂપેણ બંદર નજીક રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે.

Next Video