Rain News : દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા, ભાણવડમાં વરસાદ ખાબક્યો છે.
દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા, ભાણવડમાં વરસાદ ખાબક્યો છે.
સૌથી વધુ દ્વારકા પંથકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 3 ઈંચ, ભાણવડમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથક ભાડથર, હરિપરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હંજડાપર, ખીરસર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખંભાળિયા અને દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
રસ્તા પર ફરી વળ્યા પાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે ખંભાળિયા શહેરના નગરગેટ, જોધપુરગેટ, સોનીબજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.તો દ્વારકામાં પણ ભદ્રકાળી ચોક, ઈસ્કોન ગેટ સહિતના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.
ભારે વરસાદને પગલે ગોમતી ઘાટની સીડી પર ઝરણાં વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ધોધમાર વરસાદથી અનેક ખેતરો જળમગ્ન બન્યા છે. ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે દ્વારકાની દીપ હોસ્પિટલ પાસે ખાડામાં કાર ખાબકતા નુકસાન થયુ હતું.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
