આજનું હવામાન : ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમની આગાહી, અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થન્ડરસ્ટ્રોમની શક્યતા છે. તેમજ અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થન્ડરસ્ટ્રોમની શક્યતા છે. તેમજ અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ સામાન્યથી 15 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં 1 જૂનથી 5 ઓગસ્ટ દરમિયાન 477 મિમિ વરસાદ વરસ્યો છે.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર અરબ સાગરના સાયક્લોનિક સરક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે 17 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે છે.આ સિસ્ટમને કારણે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.તો રાજ્યના કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ શકે છે.
વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે અંબાલાલે ખેડૂતોને હૈયાધારણા આપતા કહ્યું કે 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે. આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. 20 ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

