Kheda News : રસિકપુરા ગામ અને ઈન્દિરાનગરીમાં સાબરમતીના પાણીએ મચાવી તબાહી, 300થી વધુ ઘરોને અસર, જુઓ Video
સાબરમતી નદીમાં આવેલા પૂરે ખેડાના રસિકપુરા ગામ અને ખાસ કરીને ઈન્દિરાનગરી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. પૂરે 300થી વધુ ઘરોને અસર કરી છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે.
સાબરમતી નદીમાં આવેલા પૂરે ખેડાના રસિકપુરા ગામ અને ખાસ કરીને ઈન્દિરાનગરી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. પૂરે 300થી વધુ ઘરોને અસર કરી છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાથી ઘરવખરીનો તમામ સામાન અને અનાજ પલળી ગયાં છે.
પૂરના પાણી અચાનક આવી જતા લોકોને પોતાના ઘરનો સામાન પણ ફેરવવાનો મોકો મળ્યો હતો નહીં. તમામ ઘરવખરી પલળી ગઈ છે. અનાજથી લઈને કપડાં બધુ પૂરના પાણીમાં નષ્ટ થયું છે. ઘરમાં પૂરના પાણી ઘુસી જવાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય જામ્યું છે. ગ્રામજનો પૂરના પાણી ઓસર્યા બાદ ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે.
રસીકપુરા ગામની શેરીઓ હજુ પણ પૂરના પાણી ભરાયેલા નજરે પડે છે. પૂરના પાણીના કારણે ઘરમાં પણ કાદવ જામ્યો છે. લોકો હાલ સાફસફાઈની કામગીરી કરી રહ્યા છે. પશુઓના ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે. લોકો હાલ પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
