ગુજરાતમાં ગરમીની સાથે રોગચાળાએ માથુ ઉચક્યુ, 108 ઈમરજન્સી સર્વિસને 7 હજારથી વધુ બીમારીના કોલ મળ્યાં, જુઓ Video
ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. તાપમાનમાં વધારો થવાની સાથે ગુજરાતમાં રોગચાળો પણ વકરી રહ્યો છે.કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીના પગલે છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવાના કેસ વધ્યાં છે. ગરમીની બીમારીને કારણે 108 ઈમરજન્સી સર્વિસને 7 હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો- આજનું હવામાન : ભરઉનાળમાં રેઈનકોટ બહાર કાઢી રાખજો, રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતમાં ગઇકાલે અનેક શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાંચ શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.