ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની વરણી

ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની વરણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 9:38 PM

ગુજરાત(Gujarat)  યુથ કોંગ્રેસના(Youth Congress)  પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની(Harpalsinh Chudasma)  વરણી કરવામાં આવી છે. જેમાં હરપાલસિંહ ચુડાસમા ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી પદે કાર્યરત છે

ગુજરાત(Gujarat)  યુથ કોંગ્રેસના(Youth Congress)  પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની(Harpalsinh Chudasma)  વરણી કરવામાં આવી છે. જેમાં હરપાલસિંહ ચુડાસમા ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી પદે કાર્યરત છે. ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું હતું. જેમાં સોનિયા ગાંધીએ માત્ર ચાર કલાકમાં જ હરપાલસિંહની વરણી કરી છે. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય છે તેમજ રાજસ્થાન યુથ કોંગ્રેસના પ્રભારી પદે પણ કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ તેવુ નિવેદન પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યુ છે. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. વિશ્વનાથ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. સોમવારે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એ સમયે જ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ પડ્યુ છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે.  પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.

સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો આરોપ

વિશ્વનાથસિંહે  સાત પેઈઝના પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. જેમા પક્ષનો સામાન્ય કાર્યકર પણ કેવી રીતે સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો ભોગ બનતો હોય છે તેનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 8 મહિના પહેલા થયેલી યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓમાં વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ સતત અન્ય જૂથની આંતરિક બબાલનો તેઓ ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

Published on: Sep 04, 2022 09:36 PM
g clip-path="url(#clip0_868_265)">