Gujarati Video: TV9 ગુજરાતીના કોન્કલેવમાં બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સારા વરસાદથી રાજ્યમાં જળસંકટ થયુ હળવુ, નર્મદામાં નવા નીરના CM કરશે વધામણા
tv9 Conclave: tv9 ગુજરાતીના કોન્કલેવમાં રાજ્યના જળસંકટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યુ છે. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે રાજ્યમાં સારા વરસાદને કારણે જળસંકટ હળવુ થયુ છે. ઉપરવાસમાં અને ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે આવતીકાલે લગભગ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ જશે. રાજ્યમાં એક વર્ષ સુધી પાણીની કોઈ તકલિફ નહીં પડે.
Tv9 Conclave: રાજ્યમાં જળસંકટ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યુ છે. tv9 ગુજરાતીના કોન્કલેવમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે સારા વરસાદને કારણે રાજ્ય પરથી જળસંકટ હળવુ થયુ છે. ઉપરવાસમાં અને ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. આવતીકાલે લગભગ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ જશે. એક વર્ષ માટે પાણીની કોઈ તકલિફ નહીં પડે. વરસાદના પાણીથી ખેડૂતોને ફાયદો થશે.
CM ભૂપેન્દ્ર પટેલ કરશે નર્મદામાં નવા નીરના વધામણા
આ તરફ નર્મદા ડેમની સપાટી 137. 70 મીટરે પહોંચી છે અને ઓવરફ્લો થવાની તૈયારી છે. ત્યારે સીએમ આજે નર્મદા ડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધામણા કરી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. 17 સપ્ટેમ્બરે 2017ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કર્યુ હતુ. નર્મદા ડેમની 138.68 મીટર સપાટીના લોકાર્પણના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે નવા નીરના વધામણા કરશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





