Rain Video: રાજ્યમાં 12 કલાકમાં 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ દાહોદ અને ગરબાડામાં ખાબક્યો 6 ઈંચથી વધુ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 12 કલાકમાં 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દાહોદ અને ગરબાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. લીમખેડામાં 5 ઈંચ, મોરવા હડફમાં 4.5 ઈંચ અને ઝાલોદમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ફતેપુરા અને સાગબારામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. દાહોદમાં સતત વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે.
Gujarat Rain: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. શનિવારના દિવસે 12 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દાહોદ અને ગરબાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં અવિરત વરસાદને પગલે પરિસ્થતિ વિકટ બની છે.
છેલ્લા 12 કલાકમાં દાહોદના ચાર તાલુકામાં વરસાદ કહેર બનીને આવ્યો.ગરબાડા, દાહોદ, લીમખેડા અને ઝાલોદમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો. તેમાં પણ ગરબાડા અને દાહોદમાં તો પોણા 6 ઇંચ વરસાદ પડ્યો. વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેશન રોડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. જેને કારણે કર્મચારીઓ પાણી વચ્ચે કામ કરવા મજબૂર બન્યાં છે. એટલું જ નહીં સંજેલી વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘર આગળ પણ વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





