Gujarati video: જૈન ધર્મ શાળામાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર શખ્સની ધરપકડ

ઘડિયાળી પોળમાં આવેલી વિજય વલ્લભ ધર્મશાળામાં એક મહિલાએ ઉતારો લીધો હતો. આ મહિલા મધ્ય પ્રદેશથી તેના પિતાની સારવાર કરાવવા માટે આવી હતી. આ મહિલા સ્નાન કરતી હતી તે દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું હતું કે તે સ્નાન કરતી હતી ત્યારે એક કર્મચારીએ તેનો વીડિયો ઉતારવાનું હિચકારું કૃત્ય કર્યું હતું.

Gujarati video: જૈન ધર્મ શાળામાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર શખ્સની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 4:11 PM

વડોદરાની જૈન ધર્મશાળામાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ થતાં ચકચાર મચી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલી શ્રી વિજયવલ્લભ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મશાળામાં ઉજ્જૈનથી આવેલી એક મહિલાએ રોકાણ કર્યું હતું. આ દરમ્યાન મહિલા સવારે સ્નાન કરવા ગયા ત્યારે ધર્મશાળામાં રસોડા વિભાગમાં ફરજ બજાવતા 52 વર્ષીય વિશાલ મહેતાએ બાથરૂમની બારીમાંથી તેનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાનું ધ્યાન જતાં તેમણે બૂમરાણ મચાવી હતી. આથી આરોપી વિજય ત્યાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી છે.

જાણો શું છે સમગ્ર વિગતો

ઘટનાની વિગતો એવી છે કે વડોદરાની ઘડિયાળી પોળમાં આવેલી વિજય વલ્લભ ધર્મશાળામાં એક મહિલાએ ઉતારો લીધો હતો. આ મહિલા મધ્ય પ્રદેશથી તેના પિતાની સારવાર કરાવવા માટે આવી હતી. આ મહિલા સ્નાન કરતી હતી તે દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું હતું કે તે સ્નાન કરતી હતી, ત્યારે એક કર્મચારીએ તેનો વીડિયો ઉતારવાનું હિચકારું કૃત્ય કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહિલાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા જાણ થઈ હતી કે આ કૃત્ય કરનાર જૈન ધર્મ શાળામાં કામ કરતો કર્મચારી વિશાલ મહેતા જ હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરતા આ શખ્સની ધરપકડ કરી હતી. જોકે ત્યારબાદ તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને પગલે ધર્મશાળામાં રહેતા અન્ય લોકોમાં પણ સુરક્ષા અંગે ચર્ચાઓ વ્યાપી  હતી.

g clip-path="url(#clip0_868_265)">