Viral Video : સુરતના પલસાણામાં ખુલ્લેઆમ રાંધણ ગેસનું વેચાણ કરવાનો વીડિયો વાયરલ

Viral Video : સુરતના પલસાણામાં ખુલ્લેઆમ રાંધણ ગેસનું વેચાણ કરવાનો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 5:12 PM

સુરતના પલસાણામાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ રાંધણ ગેસનું વેચાણ કરવાનો વીડિયો વાયરલ થયો છેકોઈપણ સુરક્ષા વિના જાહેરમાં જ ગેરકાયદે વેપાર બેફામ ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે પલસાણાના જોળવા, તાતીથય્યા, વરેલી, બલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં બેરોકટોક આ વેપાર ચાલી રહ્યો છે

સુરતના પલસાણામાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ રાંધણ ગેસનું વેચાણ કરવાનો વીડિયો વાયરલ થયો છેકોઈપણ સુરક્ષા વિના જાહેરમાં જ ગેરકાયદે વેપાર બેફામ ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે પલસાણાના જોળવા, તાતીથય્યા, વરેલી, બલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં બેરોકટોક આ વેપાર ચાલી રહ્યો છે. જાહેર રસ્તા પર માઈક લગાવી વજનકાંટો મૂકીને 80 રૂપિયે કિલો ગેસનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે સવાલ એ થઈ રહ્યો છે કે આવા ગેસ માફિયાઓને રાંધણ ગેસની બોટલો કોણ પૂરી પાડે છે ? જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ ? મહત્વનું છે કે અગાઉ પણ ગેસ એજન્સીમાંથી ગ્રાહકો માટે નીકળતા ગેસ-સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા ડિલિવરીમેન સહિતના લોકો ગેસ રીફિલિંગ કરતાં હોવાના અગાઉ અનેક કિસ્સા બની ચૂક્યા છે.

તો બીજી તરફ સમગ્ર મામલે પુરવઠા વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે.વાયરલ વીડિયો અંગે જાણ થતાની સાથે જ નાયબ મામલતદારે તાતીથય્યા અને બલેશ્વર ગામમાં રેડ કરી છે.નાયબ મામલતદારે રેડ કરી બે ગામમાંથી 26 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 જેટલા પાર્કિંગ પર પ્રતિબંધ, દર્દીઓની હાલાકીમાં વધારો

Published on: Feb 09, 2023 04:48 PM
g clip-path="url(#clip0_868_265)">