Gujarati Video: લવ જેહાદના કિસ્સા રોકવા ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા VHPની અપીલ
VHP On Navratri: નવરાત્રિ દરમિયાન લવજેહાદના કિસ્સા ન બને તે માટે ગરબા આયોજકોને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવા અને ગરબા રમવા આવતા યુવકોને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોઈને એન્ટ્રી આપવા VHPના સુરેન્દ્ર જૈન દ્વારા અપીલ કરાઈ છે.
VHP On Navratri: શક્તિની ઉપાસના અને માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. જો કે નવરાત્રિની શરૂઆત પહેલા જ લવ જેહાદના કિસ્સાઓને લઈને વિવાદે એન્ટ્રી લઈ લીધી છે. આ વિવાદ હાલ ધાર્મિક યુદ્ધમાં પલટાઈ રહ્યો છે. જેમા હિંદુ સંગઠનોના નેતાઓ દ્વારા આવતા નિવેદનો વિવાદને જન્મ આપી રહ્યા છે. ગરબાના કોઈ પણ આયોજક કોઈ પણ મુસ્લિમને ગરબામાં આવવા ન દેવા અપીલ કરાઈ છે. VHPના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યુ છે કે જે પ્રકારે હિન્દુ શોભાયાત્રા પર હુમલા થાય છે, તે જોતાં હવે નવરાત્રિમાં મુસ્લિમ યુવક-યુવતીઓ સામેલ ન થાય.
સુરેન્દ્ર જૈનએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ગરબામાં કોઈ મુસ્લિમ ન આવે તે VHP, બજરંગદળ સુનિશ્ચિત કરશે. સાથે જ રાજ્ય સરકારે પણ કોઈ મુસ્લિમ ગરબામાં ન આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે VHP દ્વારા ગરબા આયોજકોને અપીલ કરાઈ છે કે ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવામાં આવે તેમજ જે યુવકો ગરબા રમવા આવે તેને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોયા બાદ જ એન્ટ્રી આપવાની અપીલ કરાઈ છે.
“ડભોઈમાં તિલક બાદ જ ખૈલૈયાઓને મળશે પ્રવેશ”
આવું જ કંઈક નિવેદન ભાજપના ધારાસભ્ય પણ કરી ચૂક્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું, કે તિલક સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક હોવાથી ફરજિયાત કરાયું છે. ડભોઈના ગઢ ભવાની ગ્રૂપના ગરબામાં તિલક બાદ જ ખેલૈયાઓને પ્રવેશ મળશે. હજુ નવરાત્રિ શરૂ થઈ નથી. પરંતુ જે પ્રકારે આ માગણીઓ થઈ રહી છે. તે જોતા, જો નવરાત્રિમાં કોઈ નવી-જૂની થાય તો નવાઈ નહીં.
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
