Ahmedabad: દાદાગીરી ભારે પડી! કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ વિવાદ મામલે શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકર સામે ફરિયાદ- Video

Ahmedabad: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ વિવાદ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાળાના શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિત શિક્ષકે ફરિયાદ ન નોંધવતા પોલીસ જ ફરિયાદી બની માર મારનારા ABVPના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 10, 2023 | 4:02 PM

Ahmedabad: અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ પઢવા મામલે સ્કૂલના શિક્ષક સામે ફરિયાદ થયા બાદ હવે સ્કૂલના શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકરો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. શિક્ષકને માર મારનારા ABVPના ત્રણેય કાર્યકરો પૈકી ઉમંગ મોજીદ્રા, મહર્ષી સેવક અને કુલદીપ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિત શિક્ષકે ફરિયાદ ન નોંધાવતા પોલીસ ખુદ ફરિયાદી બની માર મારનારા ABVPના ત્રણેય કાર્યકરો સામે IPC ની કલમ 452, 323, 294 (બી)અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ દ્નારા નોંધાયેલ FIRની કોપી

DEO દ્વારા સ્કૂલના શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવા આદેશ

કેલોરેક્સ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃતિના ભાગ સ્વરૂપે નમાઝ પઢવાનો મામલો સામે આવતા વાલીઓએ હિંદુ સંગઠનો સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ DEO દ્વારા 3 એજ્યુકેશન ઈન્સપેક્ટરની તપાસ સમિતિ રચવામાં આવી છે. જેમા વીડિયો બનાવી અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. તપાસમા અન્ય દોષિત હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

આ પણ વાંચો: Ahmedabad Breaking News: ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવતા વિવાદ, ABVPના કાર્યકરોએ શિક્ષકને માર્યો માર

શું હતો સમગ્ર વિવાદ ?

કેલોરેક્સ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગણેશોત્સવ અને ઈદની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઈદની ઈબાદત સ્વરૂપે નમાઝ પઢતા હોય તે પ્રકારની નાટ્ય રૂપાંતર થયુ હતુ. જેનો વીડિયો બનાવી અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાલીઓના ધ્યાને આવતા શાળામાં નમાઝ પઢવાનું શીખવતા હોવાનો આક્ષેપ કરતા સખત વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ, હિંદુ સંગઠન અને ABVP દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવતા શાળા દ્વારા માફીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">