Gujarati Video : વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 3:32 PM

વડોદરામાં (Vadodara) વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે (Health Department) દરોડા પાડ્યા હતા. વડોદરાના મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. અહીં સસ્તાદરે વનસ્પતિ ઘીનું વેચાણ થતુ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી છે. દુકાનમાંથી ઘીના (ghee) સેમ્પલ લઈને 10 ડબ્બા સીઝ કર્યા છે. અંદાજે 150 કિલો જેટલું વનસ્પતિ ઘી સીઝ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Surat : રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઇ

આરોગ્ય વિભાગને માહિતી મળ હતી કે આ વેપારી સસ્તા ભાવે ઘી વેચતા હતા. કિલોના રુપિયા 30 ઓછા લઇને ઘી વેચવામાં આવતુ હતુ. જેથી આરોગ્ય વિભાગે કનૈયાલાલ રામજીભાઈ ગાંધી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

(With Input : Yunus Gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">