AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઇ

ભાઈ બહેનની આ જોડીએ સહ આરોપી જાવીદ ઉર્ફે મિથુન સાથે મળી રીક્ષામાં પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા ચોરી કરી લીધા હતા. આ ઘટનામાં પોલીસે જાવીદ ઉર્ફે મિથુનને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ભાઈ બહેન ઝડપાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

Surat : રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઇ
Surat Passenger Theft Gang Accused Arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 1:55 PM
Share

સુરતમાં(Surat)રીક્ષામાં પેસેન્જરોને બેસાડી આગળ પાછળ કરી પૈસાની ચોરી(Theft)કરતી ભાઈ બહેનની જોડી ઝડપાઈ છે. ખટોદરા પોલીસે ભાઈ બહેનની ધરપકડ કરી એક રીક્ષા સહીત 1.40 લાખનો મુદામાલ કબજે કર્યો છે તેમજ એક ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક રીક્ષામાં એક યુવક અને યુવતી સવાર છે તે રીક્ષામાં પેસેન્જરોને રીક્ષામાં આગળ પાછળ કરી પૈસા ચોરી કરતી ગેંગ છે.

પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરી કરેલા રોકડા રૂપિયા  લૂંટતા

તેઓ રીક્ષા લઈને ઉધના રાયકા સર્કલ તરફથી કોમલ સર્કલ તરફ આવનાર છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી લીંબાયત મદીના મસ્જીદ પાસે રહેતા શાબીર ઉર્ફે શાહરૂખ સમસુદિન શેખ (ઉ.23) અને તેની બહેન શાબેરાબી સમસુદિન શેખ (ઉ.21] ને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસેથી પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરી કરેલા રોકડા રૂપિયા ઉપરાંત એક રીક્ષા મળી કુલ 1.40 લાખની મત્તા કબજે કરી હતી.

ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો

ભાઈ બહેનની આ જોડીએ સહ આરોપી જાવીદ ઉર્ફે મિથુન સાથે મળી રીક્ષામાં પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા ચોરી કરી લીધા હતા. આ ઘટનામાં પોલીસે જાવીદ ઉર્ફે મિથુનને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ભાઈ બહેન ઝડપાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

શહેરમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારી સાથે ઠગાઈ મામલે પોલીસે તપાસ હાથ ધરી

આ ઉપરાંત, સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ઈમ્પોર્ટ એક્ષપોર્ટનો વેપાર કરતા વેપારીને ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. ભેજાબાજ ઈસમે વેપારીની ફર્મના નામે ડુપ્લીકેટ દસ્તાવેજા બનાવી આઈસગેટ પોર્ટલ ઉપ૨ રજીસ્ટ્રેશન કરાવી વેપારીનો માલ ઈમ્પોર્ટ કર્યા બદલ સરકાર તરફથી સ્કીમ હેઠળ મળેલા રૂપિયા 95 લાખમાંથી 54 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. જોકે બાદમાં વેપારીને જાણ થતા તેઓએ આ અંગે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">