Gujarati Video : વડોદરાના નાગરવાડામાં અશાંત ધારા વચ્ચે પણ લઘુમતિ સમાજને વણિક ગૃહનું વેચાણ કરી દેવાતા મહિલામાં ઉગ્ર રોષ, દસ્તાવેજ રદ કરવા માગ
વડોદરાના સંવેદનશીલ ગણાતા નાગરવાડા વિસ્તારમાં આવેલી ડભોઇ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહના સંચાલકોએ અશાંત ધારો લાગુ હોવા છતાં લઘુમતિ સમાજને વાડી વેચી દેતા મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળે છે.
વડોદરાના ( Vadodara ) સંવેદનશીલ ગણાતા નાગરવાડા વિસ્તારમાં અશાંત ધારાના કાયદાને નેવે મુકીને વૈષ્ણવ વણિક સમાજની વાડી લઘુમતિ સમાજને વેચી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. નાગરવાડાના આંબળી ફળિયાના નાકા પર આવેલી ડભોઇ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહના સંચાલકોએ અશાંત ધારો લાગુ હોવા છતાં લઘુમતિ સમાજને વાડી વેચી દીધી છે. 2.2 કરોડ રૂપિયામાં વણિક ગૃહનો સોદો કરવામાં આવ્યો છે.
અશાંત ધારાના કાયદાને નેવે મૂકીને આ મિલકત વેચી દેવામાં આવી હોવાની જાણ આંબલી ફળિયામાં રહેતા લોકોને થતાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર મામલે હવે આંબલી ફળિયાની મહિલાઓએ મોરચો માંડ્યો છે. આ વિસ્તારમાં રહેતા રહીશોએ લઘુમતિ સમાજને વેચી દેવામાં આવેલી વાડીનો દસ્તાવેજ રદ કરવા માટેની માગણી કરી છે. મહિલાઓએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ મિલકત વેચાઇ ગઇ ત્યાં સુધી અમને અંધારામાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Vadodara: બે સંતાનોની માતા 25 વર્ષીય પ્રેમી યુવક સાથે ભાગી ગઈ, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video
વર્ષ-2021માં આ વણિક ગૃહ વેચવાની હિલચાલ શરૂ થઇ હતી. જે અંગેની જાણ સ્થાનિકોને થતાં તેમણે વણિક સમાજના અગ્રણીઓને રજૂઆત કરી હતી. એ સમયે આગેવાઓને આ વાડી વેચવા નહીં દઇએ તેવી ખાતરી આપી હતી. જે બાદ ચેરિટી કમિશનરની કચેરી દ્વારા આ મિલકતની જાહેર હરાજી કરવામાં આવી છે. અને 17 એપ્રિલના રોજ વણિક ગૃહના ટ્રસ્ટીઓએ દસ્તાવેજ પણ કરી આપ્યો છે. ત્યારે હવે સ્થાનિકોએ અશાંત ધારો લાગુ હોવા છતાં મિલકત રાતોરાત કેવી રીતે વેચાઇ ગઇ તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથે જ જરૂર પડ્યે કાનૂની લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે.
અત્યંત મોકાની જગ્યા ઉપર બનેલી આ વાડી વર્ષો પૂર્વે વણિક સમાજના વિદ્યાર્થીઓને રહેવા માટેના શુભ આશયથી બનાવવામાં આવી હતી. સમયાંતરે આ વાડી વિવિધ પ્રસંગો માટે ભાડે પણ આપવામાં આવતી હતી. આ વાડી આંબલી ફળિયામાં રહેતા 500 ઉપરાંત પરિવારોની રક્ષા દીવાલ સમાન છે. ફળિયામાં 2 હજાર જેટલા હિન્દુઓ રહે છે. અહીં રામજી મંદિર સહિત અન્ય અનેક મંદિરો પણ આવેલા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
