રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ ઘટના ખંભાળિયા બાયપાસ હાઇવે પર બની છે. ખંભાળિયા બાયપાસ હાઇવે પર બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ઈજા પોંહચી છે. અકસ્માતની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલીક ધોરણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને હાઈવે પર લોકોના ટોળા ઉમટી આવ્યાં હતા.
આ પણ વાંચો : દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી
ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.
રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.