Gujarati Video:અંબાજીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, મંદિર આસપાસનો વિસ્તાર નો-પાર્કિંગ ઝોન જાહેર

જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ માર્ગો પર વાહન પાર્ક ન કરવા વાહન ચાલકોને તાકીદ કરાઈ છે.જો વાહન ચાલકો વાહન પાર્ક કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:35 PM

Ambaji : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજીએ હજારો લાખો માઇ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી ખાતે દિવસ દરમિયાન હજારો માઇ ભક્તોમાં અંબાના દર્શનાર્થે પહોંચતા હોય છે. પરંતુ વાહન ચાલકો દ્વારા વાહનો રસ્તા પર જ ઉભા કરી દેવાતા યાત્રાધામ અંબાજીમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે.

જોકે છેલ્લા કેટલાય સમયથી પેચિદા બનતા ટ્રાફિકના પ્રશ્નનો ઉકેલ લાવવા જિલ્લા કલેકટર દ્વારા અંબાજીના ખેડીવડલી સર્કલથી જૂના નાકા સર્કલ સહિત અન્ય છ માર્ગો પરનો પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ માર્ગો પર વાહન પાર્ક ન કરવા વાહન ચાલકોને તાકીદ કરાઈ છે.જો વાહન ચાલકો વાહન પાર્ક કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવો પણ જાહેરનામાં ઉલ્લેખ કરાયો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">