Gujarati Video : રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકારની સ્થિતિ, જગતનો તાત ચિંતત

રાજુલાના બાબરીયાધાર ખારી સહિત ગામડામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે બાબરીધાર ગામની નવલખી નદીમાં ધસમસતું પૂર આવવાના કારણે બાબરીધાર ગામ આસપાસ ખેતરોમાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:38 AM

રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યાં અમરેલીના રાજુલાના બાબરીયાધાર ખારી સહિત ગામડામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે બાબરીધાર ગામની નવલખી નદીમાં ધસમસતું પૂર આવવાના કારણે બાબરીધાર ગામ આસપાસ ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ખારી ગામનો ચેકડેમ છલકાયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : Rajkot: ભુગર્ભ ગટરમાં શ્રમિકના મોત અંગે રાષ્ટ્રીય સફાઇ આયોગના વેધક સવાલ, પૂછ્યું શું મનપાની કોઇ જવાબદારી નહિ ?

રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો

આ અગાઉ રાજકોટ શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું હતુ. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. તો રાજકોટ જિલ્લામાં લોધિકા, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

કમોસમી વરસાદને પગલે ઘઉં, જીરુ, ચણા, ધાણાનો પાક ધોવાયો

આ તરફ ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે.ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો.બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘાણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પણ પાક તૈયાર થઈ ગયો અને લણવાનો સમય આવ્યો ત્યારે ભારે પવન ફુંકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માગ કરી છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">