જંબુસરમાં ફરીએકવાર વિદ્યાર્થિનીને રખડતા પશુએ સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીની ઉપર હુમલો કર્યો છે. જંબુસર રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પશુએ હુમલો કરતા વિદ્યાર્થીનીને સામાન્ય ઈજાઓ પહોંચી છે.ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભયનું મોજું ફરી વળ્યું હતું તો બીજી તરફ આ પ્રકારની વારંવાર બનતી ઘટનાઓ સંદર્ભેપગલાં ભરવામાં સક્રિય ભૂમિકા નહિ ભજવનાર તંત્ર સામે સ્થાનિકોમાં રોશની લાગણી ફેલાઈ છે. આ અગાઉ પણ શાળાએથી ઘરે જતી વિદ્યાર્થિનીને રખડતા પશુએ ફંગોળી દીધી હતી જોકે સદનશીબે ઘટનામાં બાળકને કોઈ ખાસ ઈજાઓ પહોંચી ન હતી.
સૂત્રો અનુસાર જંબુસર રેલવે પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી આમીના મહંમદ નામની વિદ્યાર્થીની શાળેથી છૂટી ઘરે જઈ રહી હતી તે દરમ્યાન રખડતા પશુએ તેના ઉપર હુમલો કર્યો હતો. વિદ્યાર્થીનીને અડફેટમાં લઈ પશુ ફંગોળી દેતા બાળકીના હાથ તેમજ પગના ભાગે નાની મોટી ઇજા પહોંચી હતી. ઘટનાબાદ બાળકી ખુબ ભયભીત બની હતી. સ્થાનિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પશુને દૂર ખદેડી મૂક્યું હતું.
બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. અંક્લેશ્વર શહેરમાં જે પશુ માલિકો પોતાના ઢોરને રખડતા મુકી ટ્રાફિકને અડચળ કરતા માલુમ પડ્યા ત્યાં અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા ફરીથીપશુઓને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. આ ઢોર પૂરવાની કામગીરી દરમ્યાન શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એચ. વાળા દ્વારા પોલીસ વાન સહિત બંધોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.