રખડતા ઢોરની સમસ્યાથી મળશે છુટકારો, નીતિ આયોગે બનાવી યોજના, હવે ગૌશાળાઓ પણ કરી શકશે બિઝનેસ

નીતિ આયોગે એક કાંકરે બે પક્ષી મારવાની ખાસ યોજના બનાવી છે. તેનાથી દેશભરની ગૌશાળાઓની સ્થિતિ બદલાશે અને તેમના માટે નવા વ્યવસાય કરવા પણ સરળ બનશે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ગૌશાળાઓને નાણાકીય સહાયની ભલામણ કરી છે.

રખડતા ઢોરની સમસ્યાથી મળશે છુટકારો, નીતિ આયોગે બનાવી યોજના, હવે ગૌશાળાઓ પણ કરી શકશે બિઝનેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 1:30 PM

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ દેશભરમાં ગૌશાળાની સ્થાપનાને લઈને એક અલગ પ્રકારની જાગૃતિ જોવા મળી રહી છે. સાથે સાથે રખડતી ગાયો અને પશુઓની સમસ્યામાં પણ વધારો થયો છે. માત્ર ગામડાઓમાં જ નહીં, શહેરી વિસ્તારોમાં પણ ગૌશાળાઓ બનાવવામાં આવી રહી છે. બીજી તરફ રખડતા પશુઓ પાકને નુકસાન પહોંચાડવાની સાથે માર્ગો પર અકસ્માતો પણ સર્જી રહ્યા છે.

આ માટે નીતિ આયોગે એક કાંકરે બે પક્ષી મારવાની ખાસ યોજના બનાવી છે. તેનાથી દેશભરની ગૌશાળાઓની સ્થિતિ બદલાશે અને તેમના માટે નવા વ્યવસાય કરવા પણ સરળ બનશે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ગૌશાળાઓને નાણાકીય સહાયની ભલામણ કરી છે. આ સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનોનું માર્કેટિંગ પણ સૂચવવામાં આવ્યું છે જેનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ કરી શકાય.

ગૌશાળાઓની ઓનલાઈન નોંધણી

સમિતિનો પ્રસ્તાવ છે કે તમામ ગૌશાળાઓની ઓનલાઈન નોંધણી માટે એક પોર્ટલ બનાવવું જોઈએ. તેને નીતિ આયોગના દર્પણ પોર્ટલની જેમ વિકસાવી શકાય છે. તેનાથી તેઓ એનિમલ વેલફેર બોર્ડની સહાય મેળવવા માટે પણ પાત્ર બનશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રખડતી ગાયોથી છુટકારો મળશે

કમિટીએ પોતાના એક રિપોર્ટમાં ગાયોના આશ્રયસ્થાનોને આર્થિક મદદ આપવાની વાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રખડતા પ્રાણીઓની સમસ્યાનો અસરકારક ઉકેલ સાબિત થશે. સમિતિનું કહેવું છે કે ગૌશાળાઓને આપવામાં આવતી આર્થિક સહાયને ગાયોની સંખ્યા સાથે જોડવી જોઈએ. રખડતી અથવા બીમાર ગાયોની સ્થિતિ સુધારવા પર ભાર મૂકવો જોઈએ.

રાહત દરે ધિરાણ આપવું જોઈએ

ગૌશાળાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આર્થિક સહાય પણ આપવી જોઈએ. તેને વ્યાપાર ચલાવવા અને નફો કમાવવા વચ્ચેના તફાવતની સમાન નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ, એટલે કે, વાયેબલ ગેપ ફંડિંગના રૂપમાં. ગૌશાળાઓને મૂડી રોકાણ અને કાર્યકારી મૂડી માટે રાહત દરે ધિરાણ આપવું જોઈએ.

ગૌશાળાઓએ આ નવો બિઝનેસ કરવો જોઈએ

ગૌશાળાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા રસ ધરાવનાર ગૌશાળાઓને મૂડી સહાય આપવી જોઈએ. જેથી તે ગાયના છાણ અને ગૌમૂત્રથી બનેલી વસ્તુઓનું માર્કેટિંગ કરી શકે. આ ઉત્પાદનો સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ નીતિગત પગલાં ગૌશાળાઓને ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલ ઉત્પાદનોના ઉત્પાદન, પેકેજિંગ, માર્કેટિંગ અને વિતરણમાં મદદ કરશે. સાથે જ ખાનગી ક્ષેત્રના રોકાણથી મોટા પાયા પર જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">