Patan : રાધનપુરમાં ચાલુ બસે ST ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક, જુઓ Video
સોમનાથથી રાધનપુર જતી ST બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો છતાં ડ્રાઇવર હિંમત હાર્યો વગર તેને બસને સલામતપૂર્વક ડેપો સુધી પહોંચાડી હતી અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો.
પાટણના રાધનપુરમાં પણ હાર્ટ એટેકથી ST ડ્રાઇવરનુ મોત નિપજ્યું છે. સોમનાથથી રાધનપુર જતી ST બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો છતાં ડ્રાઇવર હિંમત ન હાર્યો અને બસને સલામતપૂર્વક ડેપો સુધી પહોંચાડી અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જોકે મુસાફરોનો જીવ બચાવનાર ડ્રાઇવર જીંદગી સામે હારી ગયો હતો.
આ પણ વાંચો : Patan માં કમોસમી વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ, ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જુઓ VIDEO
બસને ડેપોમાં પહોંચાડ્યા બાદ ડ્રાઇવરને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન STના ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. આમ અનેક મુસાફરોની જીંદગી બચવનાર સાહસિક બસ ડ્રાઇવર હાર્ટ એટેક સામે લડી શક્યો હતો. અને મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે હાર્ટ એટેકનું વધી રહેલું જોખમ, યુવાઓને ભરખી રહ્યું છે.
ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો અટેક છતાં છેલ્લી ઘડી સુધી નિભાવી ડ્યુટી, બચાવ્યા મુસાફરોના જીવ#Patan #Gujarat #TV9News pic.twitter.com/zryFiZjgWr
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2023
સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત
તો બીજી તરફ સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. હોટલમાં જમીને ઘરે પરત ફરતી વખતે ચાલુ બાઇકે યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્તા યુવકને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયુ હતું. મળતી માહિતી અનુસાર 27 વર્ષિય શનિ નામનો યુવક તેના મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતા સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.
હાર્ટ એટેકથી મોત થવાના મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત
તો બીજી બાજુ હાર્ટ એટેકથી યુવાઓના થઈ રહેલા મોત મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત છે. હાર્ટ એટેકથી યુવાઓના મોતની તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેનાથી યુવાઓના આકસ્મિક મોતના કારણો પર ટીમ તપાસ કરશે. હાર્ટ એટેક અંગે એક્ટપર્ટ ટીમના સભ્યો બે પ્રકારે તપાસ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના આદેશ બાદ ટીમની રચના કરવામાં આવી છે. ICMRએ નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલની મદદથી આકસ્મિક મોતની થવાના કારણોની તપાસ કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…