Patan: રાધનપુરનું વડપાસર તળાવ છલકાયું, બજારમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી
એક તરફ સારા વરસાદથી (Rain) ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વ્યાપક વરસેલો વરસાદ લોકો માટે આફત બનીને આવ્યો છે. પાટણ (Patan) જિલ્લાના રાધનપુરમાં પણ વરસાદ બાદ સ્થિતિ વણસી છે.
ગુજરાતમાં (Gujarat) સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 110 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તો હજુ પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેની અસર ઉતર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સારો વરસાદ થવાના કારણે પાટણ જિલ્લાના રાધનપુરનું વડપાસર તળાવ છલકાયું છે. જેના પાણી બજારમાં ફરી વળ્યા છે.
રાધનપુરનું વડપાસર તળાવ છલકાયું
એક તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદ લોકો માટે આફત બનીને આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ વરસાદ બાદ સ્થિતિ વણસી છે. પાટણ જિલ્લાના રાધનપુરનું વડપાસર તળાવ છલકાયું છે. ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું છે. તળાવના પાણી મુખ્ય બજારમાં ફરી વળ્યાં છે. રસ્તા પર પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાધનપુર નગરપાલિકાના વહીવટી તંત્રએ કર્મચારીઓને કામે લગાવીને પાણી નિકાલની વ્યવસ્થા ગોઠવી છે.
બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવાનું હળવુ દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.